View Hymn (Bhajan)
Sr No. 26 | Date: August 19921992-08-011992-08-01રે મન, વાળ્યું નવ વળે રેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?id=17રે મન, વાળ્યું નવ વળે રે
મન, તું બંધાયું ન બંધાય રે
હજારો પ્રયત્ન મારા, પણ સફળ એ તો ન થાય રે
હાર્યું બધું કરવા તૈયાર થાય રે
છોડી સૌંદર્યનો સમુદ્ર બુંદમાં, એ તો ફસાવવા જાય રે
વિશાળતાને મેળવવાને બદલે, અલ્પતામાં લક્ષ રાખે રે
સમર્થને છોડી, એ અસમર્થ થવા જાય રે
રે મન, વાળ્યું નવ વળે રે