View Hymn (Bhajan)
Hymn No. 26 | Date: 23-Aug-19921992-08-231992-08-23ગહેરી આંખ તમારી જોઈ પ્રભુ હું તો, તેમાં ને તેમાં ડૂબતી ગઈSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=gaheri-ankha-tamari-joi-prabhu-hum-to-temam-ne-temam-dubati-gaiગહેરી આંખ તમારી જોઈ પ્રભુ હું તો, તેમાં ને તેમાં ડૂબતી ગઈ
નીલી નીલી ચમકતી આંખો તારી, વસી ગઈ પ્રભુ મારા દિલમાં રે
સમુદ્રથી ગહેરી અને આકાશથી વિશાળ, આંખ છે પ્રભુ તારી
જેમજેમ હું નીરખતી ગઈ, તેમતેમ એમાં ડૂબતી ગઈ
ડૂબતી ને ડૂબતી ગઈ તારી આંખોમાં, પણ ભવસમુદ્ર ને(માં) હું તો તરતી ગઈ
ગહેરી આંખ તમારી જોઈ પ્રભુ હું તો, તેમાં ને તેમાં ડૂબતી ગઈ