View Hymn (Bhajan)
Hymn No. 997 | Date: 03-Oct-19941994-10-031994-10-03આ મદમસ્ત સમુદ્રમાં, હું ડૂબતો ને ડૂબતો જાઉં છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=a-madamasta-samudramam-hum-dubato-ne-dubato-jaum-chhumઆ મદમસ્ત સમુદ્રમાં, હું ડૂબતો ને ડૂબતો જાઉં છું
મધહોશી ને મસ્તીમાં મારી, હું પાગલ બની નાચતો જાઉં છું
તરવાની એ બડાશમાં, હું તો ડૂબતો ને ડૂબતો જાઉં છું
અન્યની સામે રોફ જમાવવા માટે, હું આવું કરતો જાઉં છું
થાતા ગૂંગળામણ, બહાર આવવાનું મન બહુ થઈ જાય છે
શ્વાસ નથી લેવાતા જ્યારે, અકળાઈ હું ખૂબ જાઉં છું
અહંકાર ને અભિમાનની એ ચાલમાં, ફસાતો જાઉં છું
જિત મેળવવાને કાજે, ફના થવા તૈયાર થઈ જાઉં છું
મળે છે જ્યારે હાર ને હાર, નારાજ હું ખૂબ થઈ જાઉં છું
આવ્યો ખ્યાલ જ્યારે મને મારી હાલતનો, બચવા કાજે ઉપાય ગોતતો જાઊ છું
ગભરાતો ને ડરતો હું આખર, મધદરિયે ડૂબી જાઊ છું
આ મદમસ્ત સમુદ્રમાં, હું ડૂબતો ને ડૂબતો જાઉં છું