View Hymn (Bhajan)
Sr No. 1000 | Date: 30-Sep-19941994-09-301994-09-30ખોટા વિચારો ને ખોટા ભાવો, મારો પીછો છોડતા નથી (2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khota-vicharo-ne-khota-bhavo-maro-pichho-chhodata-nathiખોટા વિચારો ને ખોટા ભાવો, મારો પીછો છોડતા નથી (2)
આવે છે એ ક્યાંથી ને ક્યાં જાય છે, એ સમજાતું નથી - ખોટા...
મને સુખ-શાંતિથી, એ ક્યાંય રહેવા દેતા નથી - ખોટા...
મારી સમજણ પર પાટો બાંધ્યા વિના એ રહેતા નથી - ખોટા...
મારી પાસે ના કરવાનું, કરાવ્યા વિના એ રહેતા નથી - ખોટા...
જાઉં હું જ્યાં-જ્યાં, એ ત્યાં-ત્યાં આવ્યા વિના રહેતા નથી - ખોટા...
જીવનને મારા, એ ધ્વંશ બનાવ્યા વિના રહેતા નથી - ખોટા...
મને હર હાલમાં, એ સુખી રહેવા દેતા નથી, દુઃખ સિવાય બીજું કાંઈ આપતા નથી - ખોટા...
કરી અન્ય પ્રત્યે ખોટા વિચાર, સારું એ મારું કાંઈ થવા દેતા નથી - ખોટા...
આવું છું પ્રભુ તારી પાસે જ્યાં, મને ત્યાંય શાંતિથી રહેવા દેતા નથી - ખોટા...
ખોટા વિચારો ને ખોટા ભાવો, મારો પીછો છોડતા નથી (2)