View Hymn (Bhajan)
Hymn No. 998 | Date: 03-Oct-19941994-10-031994-10-03ડરું છું ખૂબ દુઃખથી, દુઃખથી દૂર ભાગતો હું તો જાઉં છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=darum-chhum-khuba-duhkhathi-duhkhathi-dura-bhagato-hum-to-jaum-chhumડરું છું ખૂબ દુઃખથી, દુઃખથી દૂર ભાગતો હું તો જાઉં છું
સુખ ને સુખમાં રહીને, સુખને જ અપનાવા ચાહું છું
તોયે કરું છું કાંઈક એવું કાર્ય, જેમાં દુઃખમાં હું ડૂબી જાઉં છું
આવે સ્વપ્ન દુઃખભર્યું, તોય જાગી હું જાઉં છું
વાસ્તવિક્તામાં મળેલા આ દુઃખથી, હું તો ગભરાઈ જાઉં છું
સમજ ના સમજ ના અજ્ઞાનમાં રહી, કાર્ય જ્યાં કરતો જાઉં છું
ધારલું ફળ તો ઠીક, વિચિત્ર ફળ ખાવા પર મજબૂર બની જાઉં છું
દુઃખ સુખના ખાડામાં હું તો, પડતો ને આખડતો જાઉં છું
શ્વાસોના સ્વાર્થભર્યા સોદા, હું પતાવતો ને પતાવતો જાઉં છું
ચાહું જાવા જેમ દૂર તેમ દુઃખના સિકંજામાં, હું ફસાતો જાઉં છું
ડરું છું ખૂબ દુઃખથી, દુઃખથી દૂર ભાગતો હું તો જાઉં છું