View Hymn (Bhajan)
Hymn No. 4701 | Date: 30-Mar-20182018-03-302018-03-30આ વ્યવહાર તારો કાબિલે તારીફ નથી (2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=a-vyavahara-taro-kabile-taripha-nathiઆ વ્યવહાર તારો કાબિલે તારીફ નથી (2)
મીઠા આવકાર ઉપરથી, ને અંતરમાં સ્વાર્થની સગાઈ, આ વ્યવહાર
વિનય-વિવેક છે જીવનના શૃંગાર, ત્યજી એને આચરે તું અહંકાર, આ વ્યવહાર
નીકળ્યો કરવા દાન, રાખીને હૈયે અતૃપ્ત ઇચ્છાનો ભંડાર, આ વ્યવહાર ...
સમજીને ખુદને શાણો ને સમજદાર, કરે મૂર્ખતાભર્યા વ્યવહાર, આ વ્યવહાર
ભૂલીને જીવનના ધ્યેયને, આચરે તું ખૂબ આડંબર, આ વ્યવહાર તારો
પોતાનું ધાર્યું કરાવે એ રીતે, જાણે કરે છે અન્ય પર ઉપકાર, આ વ્યવહાર
મનુષ્ય ભલે ના ઓળખી શકે, પણ પ્રભુથી નહીં રહે છૂપા તારા વિચાર
જઈને સંતો ને સાધુની પાસે બેસે, કાઢવા એના રે અંદાજ, આ વ્યવહાર
આપવાની વાતથી પહેલાં કરે લેવાનો વિચાર, આ વ્યવહાર તારો
દિલે દિલદારી ભૂલી કરે, દરિદ્રતાના રે દેખાવ, આ વ્યવહાર તારો
આ વ્યવહાર તારો કાબિલે તારીફ નથી (2)