View Hymn (Bhajan)
Hymn No. 2573 | Date: 17-Aug-19981998-08-171998-08-17આબાદીના કોઈ ખયાલ નથી, બરબાદીના કોઈ વિચાર નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=abadina-koi-khayala-nathi-barabadina-koi-vichara-nathiઆબાદીના કોઈ ખયાલ નથી, બરબાદીના કોઈ વિચાર નથી
આબાદીની તડપ દિલમાં નથી, બરબાદીનો કેઈ મને ડર નથી
પણ પ્રભુ આવે તારી ને મારી વચ્ચે જે કાંઈ, એ મને મંજૂર નથી
ચાહે હોય એ કોઈ પણ કેવા પણ, મારા ભાવ એ ભાવ મને મંજૂર નથી
દૂર કરે મને જે તારાથી, એવા ખેંચાણમાં ખેંચાવું મારે મંજૂર નથી
હું મજબૂર છું કે નહીં એ વાતનો, ઇઝહાર કે ઇકરારનો સવાલ નથી
પણ મારા હૈયામાં લાવે જે શુષ્કતા, એવા ભાવો મને મંજૂર નથી
તારો મસ્તીભર્યો ચહેરો રહે સદા લહેરાતો, બીજો કોઈ નજારો મંજૂર નથી
ડુબી જાઉં તારી આંખોની ગહરાઈમાં, કે ત્યાં તરવાની કોઈ તમન્ના નથી
બસ રહુ સંગ તારી ને તારી, ભૂલી સઘળું ભાન મારું બીજું કાંઈ કહેવું નથી
આબાદીના કોઈ ખયાલ નથી, બરબાદીના કોઈ વિચાર નથી