View Hymn (Bhajan)
Hymn No. 2579 | Date: 20-Aug-19981998-08-201998-08-20હરએક સ્વભાવ કાંઇક શીખવી જાશે, હરએક સ્વભાવ કાંઇક સમજાવી જાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haraeka-svabhava-kamika-shikhavi-jashe-haraeka-svabhava-kamika-samajaviહરએક સ્વભાવ કાંઇક શીખવી જાશે, હરએક સ્વભાવ કાંઇક સમજાવી જાશે
જીવનની કડવાશ ને મીઠાશનો અનુભવ તો એ કરાવી જાશે
આવશે જ્યાં જાનપહેચાનમાં, કોઈ તો અંદાજો એ એનો આપી જાશે
કરશે વર્તન એ જેવા જેવા, એના પરથી ઘણું ઘણું શીખવાનું મળી જાશે
કોઈક ભૂલવાનું શીખવી જાશે તો કોઈક યાદોને તાજી કરી જાશે
કહેવું એ મુશ્કેલ છે બહુ, કે કોણ શું શીખવીને જાશે, હરએક સ્વભાવ …
શીખવનું છે જે જીવનમાં, બસ આમને આમ તો શિખાતું જાશે
આપણી કમીઓનો અહેસાસ કોઈ કરાવી જાશે, તો કોઈ પોતાની ખામીઓનું દૃશ્ય દેખાડી જાશે
જીવનને જીવવાની કળા એમાને એમાં તો, શિખાતી જાશે, હરએક સ્વભાવ …
કોઈ અલગતા ઉપાડો લેતી તો કોઈ એકતાનો તાલ શીખવી જાશે, હરએક …
હરએક સ્વભાવ કાંઇક શીખવી જાશે, હરએક સ્વભાવ કાંઇક સમજાવી જાશે