View Hymn (Bhajan)
Hymn No. 2564 | Date: 14-Aug-19981998-08-141998-08-14કરે છે જ્યાં કોઈ કોશિશ મને બાંધવાની, એક બેચેનીભર્યો અહેસાસ દિલમાં થાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kare-chhe-jyam-koi-koshisha-mane-bandhavani-eka-bechenibharyo-ahesasaકરે છે જ્યાં કોઈ કોશિશ મને બાંધવાની, એક બેચેનીભર્યો અહેસાસ દિલમાં થાય છે
ભલે પ્યાર જતાવે કોઈ કેટલો પણ, પણ બંધનથી દિલ મારું દૂર રહેવા ચાહે છે
મીઠામધુરા બંધનો પણ લાગે જાણે, દિલની આઝાદીને લૂટી જાય છે
મુક્ત રહેવા મથતા મારા હૈયાને, બંધનો હમેશા બંધન નવા બાંધી જાય છે
લાગે છે સારુ કોઈ બંધનમાં બંધાવાનું, તોય બંધનની બેચેની થાય છે
એ વાત ઔર છે કે નથી ચાલતું, બસ જ્યાં કોઈ ત્યાં, દિલ મજબૂર થઇ જાય છે
ક્યારે હસતા હસતા ખુદજ ખુદને, બંધનમાં બાંધતો ને બાંધતો જાય છે
છે હકીકત આ તો મારા હૈયાની, જે હરહંમેશ પુરવાર તો થાય છે
હું ચાહું કે ના ચાહું બંધન એ વાત નથી, પણ બંધન મને બેચેન કરી જાય છે
ચાહે હોય એ હૂંફ આપતું કે ચાહે પીડા આપનારું, બંધન તો આખર બંધન જ બની જાય છે
કરે છે જ્યાં કોઈ કોશિશ મને બાંધવાની, એક બેચેનીભર્યો અહેસાસ દિલમાં થાય છે