View Hymn (Bhajan)

Sr No. 3602 | Date: 21-Aug-19991999-08-21અભાવના પડછાયામાંથી બચવા ચાહીએ, અમે પણ બચી શક્તા નથી.https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=abhavana-padachhayamanthi-bachava-chahie-ame-pana-bachi-shakta-nathiઅભાવના પડછાયામાંથી બચવા ચાહીએ, અમે પણ બચી શક્તા નથી.

હૈયામાં છે અમુક ભાવ એવા, જે છૂટયા છૂટતા નથી

કરીએ છીએ કોશિશ અમે, એ ભાવોને મિટાવવાની, પણ સફળતા મળતી નથી

ક્ષણ બે ક્ષણ પછી તરતજ, એ ભાવ જાગ્યા વિના રહેતા નથી

હરી જાય છે હૈયાની શાંતિ અમારી, એમાં અમે બે મત નથી

અમારી જ ઇચ્છાઓને અમારા જ ભાવોને, શાંતિ અમારી પસંદ નથી

પછી એમ કહીએ અમે જીવનમાં કે, શાંતિ પચાવતા અમને આવડતી નથી

કરીએ કાર્ય એવા કે, અશાંતિને આમંત્રણ આપ્યા વિના રહેતા નથી

અશાંતિ વિના ચેનથી જીવતા અમને આવડતું નથી

પ્રભુ પામીએ ક્યાંથી શાંતિ કે, તને પળએક માટે પણ દિલથી યાદ કરતા નથી

અભાવના પડછાયામાંથી બચવા ચાહીએ, અમે પણ બચી શક્તા નથી.

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

abhāvanā paḍachāyāmāṁthī bacavā cāhīē, amē paṇa bacī śaktā nathī.

haiyāmāṁ chē amuka bhāva ēvā, jē chūṭayā chūṭatā nathī

karīē chīē kōśiśa amē, ē bhāvōnē miṭāvavānī, paṇa saphalatā malatī nathī

kṣaṇa bē kṣaṇa pachī tarataja, ē bhāva jāgyā vinā rahētā nathī

harī jāya chē haiyānī śāṁti amārī, ēmāṁ amē bē mata nathī

amārī ja icchāōnē amārā ja bhāvōnē, śāṁti amārī pasaṁda nathī

pachī ēma kahīē amē jīvanamāṁ kē, śāṁti pacāvatā amanē āvaḍatī nathī

karīē kārya ēvā kē, aśāṁtinē āmaṁtraṇa āpyā vinā rahētā nathī

aśāṁti vinā cēnathī jīvatā amanē āvaḍatuṁ nathī

prabhu pāmīē kyāṁthī śāṁti kē, tanē palaēka māṭē paṇa dilathī yāda karatā nathī