View Hymn (Bhajan)
Sr No. 3601 | Date: 20-Aug-19991999-08-201999-08-20હાંકતો ના હોંશિયારી તારી પ્રભુ સામે, હાંકજે ના હોંશિયારી એની પાસેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hankato-na-honshiyari-tari-prabhu-same-hankaje-na-honshiyari-eni-paseહાંકતો ના હોંશિયારી તારી પ્રભુ સામે, હાંકજે ના હોંશિયારી એની પાસે
પ્રભુના ખ્યાલમાં છે વિતાવ્યા કેટલા જનમ, એ પ્રભુને ખબર છે
બનાવવું હોય તો બનાવજે જગ સારાને, પ્રભુને બનાવવા દોડતો નહીં
અંતરની વાતો જાણનારો છે એ, એની પાસે બનાવટી વાતો લઈ પહોંચતો નહીં
ખેલ ખેલે છે, એ તારી સાથે, એ ખેલૈયા સામે ઉલટા ખેલ તું ખેલતો નહીં
મનમાં વસે ભલે તારું બીજું બધું, કર એકવાર કોશિશ પ્રભુને મનમાં વસાવવાની
એના વિના જીવનમાં તું, સુખચેનથી બેસતો નહીં
લડાઈ આદરી છે તે જગમાં, તો સહુ સાથે એ વાત અજાણી નથી
કદી જગથી ભાગ્યો, તો કદી જગને ભગાવ્યો છે
સમજીને લડવૈયો ખુદને, કરતો ના લડાઈ તું પ્રભુ સાથે …
હાંકતો ના હોંશિયારી તારી પ્રભુ સામે, હાંકજે ના હોંશિયારી એની પાસે