View Hymn (Bhajan)
Hymn No. 3070 | Date: 14-Dec-19981998-12-141998-12-14આઘેથી દેખાશે, જુદા રહેશો તો દેખાશે, એક બનશો તો અનુભવાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=aghethi-dekhashe-juda-rahesho-to-dekhashe-eka-banasho-to-anubhavasheઆઘેથી દેખાશે, જુદા રહેશો તો દેખાશે, એક બનશો તો અનુભવાશે
શ્વાસે-શ્વાસનો આધાર છે એ, એના વિના જીવન ના જિવાશે
જીવનમાં નિત્ય નવી શક્તિ ને સાર્મથ્ય હૈયામાં જગાડશે
મળ્યું છે જે જીવન, એ જીવનને જીવવા લાયક બનાવશે
મળશે બધું પણ ના હોય જો એ, તો જીવન અધૂરું લાગશે
મનને, શાંતિને, હૈયાને ચેન એ તો સદાય આપશે
હરએક પળે જીવનમાં રાહ સાચી દેખાડશે
અનુભવ્યા વિના ના કાંઈ, એના કાજે વધારે કહેવાશે
પ્રેમ છે એ પ્રભુ તારો, એના વિના તો કાંઈ ના થાશે
સ્થપાયા જ્યાં સંબંધ એકરૂપતાના, ત્યારે એ અનુભવાશે
આઘેથી દેખાશે, જુદા રહેશો તો દેખાશે, એક બનશો તો અનુભવાશે