View Hymn (Bhajan)
Hymn No. 3071 | Date: 18-Dec-19981998-12-181998-12-18પાણીમાં થાશે જો પરપોટા, એ તો ઉપર આવવાના છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=panimam-thashe-jo-parapota-e-to-upara-avavana-chheપાણીમાં થાશે જો પરપોટા, એ તો ઉપર આવવાના છે
સ્થિરતા નહીં રહે જ્યાં, ત્યાં પરપોટા તો થવાના છે
કરો લાખ કોશિશો દબાવવાની પરપોટાને
પણ અંતે તો એ ઉપર ને ઉપર આવવાના છે
મળે જ્યાં એમને મોકળાશ ત્યાં એ તો થવાના છે
ક્ષણ બે ક્ષણનું આયુષ્ય લઈને એ તો આવવાના છે
હૈયામાં જાગે જ્યાં અભાવો, શકના પરપોટા ત્યાં થવાના છે
એક ફૂટે ત્યાં બીજા અનેક, નવ સર્જન પામવાના છે
હૈયામાં નહીં રહે જ્યાં સુધી પૂર્ણ શ્રધ્દા, હાલ આ રહેવાના છે
જાગે જ્યાં એકવાર પૂર્ણ શ્રદ્ધા, ત્યાં ના પરપોટા રહેવાના છે
પાણીમાં થાશે જો પરપોટા, એ તો ઉપર આવવાના છે