View Hymn (Bhajan)
Hymn No. 3069 | Date: 14-Dec-19981998-12-141998-12-14મારે મોટા થાવું નથી, મારે મોટા થાવું નથી (2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mare-mota-thavum-nathi-mare-mota-thavum-nathiમારે મોટા થાવું નથી, મારે મોટા થાવું નથી (2)
નાના રહેવામાં પામું છું પ્રેમ, જેટલો મોટામાં હું પામતો નથી
રહીશ જ્યાં નાનો હું, વહાવશે પ્રેમની ધારા હૈયેથી, ઝીલશે એ ધારા અંતર મારું પણ, મારે મોટા …
મજા છે જે નાના રહેવામાં, એ મજા મોટા થાવામાં નથી
અનુભવ્યું મેં એ તો મારા જીવનમાં, કે મોટા થવામાં કાંઈ મળતું નથી
નિર્દોષ ભાવ એ હૈયાના જોઈએ છીએ, કે મારે મોટા થાવું નથી
શીખીને દુનિયાદારી આખર કાંઈ હાંસીલ થવાનું નથી, મારે મોટા …
પ્યાર કાજે પ્યાસું મન મારું, પ્યાર વિના કાંઈ ચાહતું નથી
પ્યાર છે પ્રભુ તારો, એ મારો ખજાનો, બીજું કાંઈ જોઈતું નથી
લડાવે લાડ તું મને નિત્ય નવા નવા, બીજું કાંઈ જોઈતું નથી
મારે મોટા થાવું નથી, મારે મોટા થાવું નથી (2)