અહંકાર, વિકારોનો નાશ કરો, વાસના ભોગને સમાપ્ત કરો
પ્રભુ તમારામાં એક કરો, તમારામાં એક કરો
શંકા-કુશંકાઓનો નાશ કરો, વિકૃતિઓને હવે સમાપ્ત કરો ...
વિશ્વાસના તેજને પ્રજ્વલિત કરો, ધીરજને પ્રબળ કરો
તારા-મારાનો હવે અંત કરો, અંતરમાં હવે તમે પ્રવેશ કરો
પ્રગટો હૃદયમાં તમે રે હવે, તમારામાં હવે લીન કરો
મનમાં તમે, વિયારોમાં તમે, ચિત્તમાં હવે તમે પરિભ્રમણ કરો
પૂર્ણપણે સમાઈ જાઓ કે તમારામાં હવે એક કરો
દુર્વ્યવહાર વ્યવહાર સઘળા હવે બંધ કરો, આકાર-વિકારના ભ્રમણ બંધ કરો
ચિત્ત ને બુદ્ધિના ખેલ સમાપ્ત કરો, તમારામાં પ્રભુ એક કરો
- સંત શ્રી અલ્પા મા
ahaṁkāra, vikārōnō nāśa karō, vāsanā bhōganē samāpta karō
prabhu tamārāmāṁ ēka karō, tamārāmāṁ ēka karō
śaṁkā-kuśaṁkāōnō nāśa karō, vikr̥tiōnē havē samāpta karō ...
viśvāsanā tējanē prajvalita karō, dhīrajanē prabala karō
tārā-mārānō havē aṁta karō, aṁtaramāṁ havē tamē pravēśa karō
pragaṭō hr̥dayamāṁ tamē rē havē, tamārāmāṁ havē līna karō
manamāṁ tamē, viyārōmāṁ tamē, cittamāṁ havē tamē paribhramaṇa karō
pūrṇapaṇē samāī jāō kē tamārāmāṁ havē ēka karō
durvyavahāra vyavahāra saghalā havē baṁdha karō, ākāra-vikāranā bhramaṇa baṁdha karō
citta nē buddhinā khēla samāpta karō, tamārāmāṁ prabhu ēka karō
|