View Hymn (Bhajan)
Hymn No. 4541 | Date: 23-Aug-20162016-08-232016-08-23અજાગૃતિ તારી તને દુઃખ પહોંચાડ્યા વિના નહીં રહેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ajagriti-tari-tane-duhkha-pahonchadya-vina-nahim-raheઅજાગૃતિ તારી તને દુઃખ પહોંચાડ્યા વિના નહીં રહે
આવતા જાગૃતિ જીવનમાં, દુઃખ ત્યાં ટકી નહીં શકે
જાગી જાશે જ્યાં સાચી સમજ જીવનમાં, અશાંતિ ત્યાં તો ભાગી રે જાશે
જાગી જાશે જ્યાં કર્તવ્ય-નિષ્ઠા જીવનમાં, ફરજ ત્યાં તો નહીં ચુકાય
જાગી જાશે જ્યાં અંતરમન, ધ્યેય સાધ્યા વિના ત્યાં નહીં રહેવાય
જાગી જાશે જ્યાં સાચી ઓળખાણ ખુદની, જનમ-મરણના ફેરા ત્યાં ખતમ
જાગશે જ્યાં તન, ભાગશે આળસ, જાગશે જ્યાં મન, ત્યાં નિશાન લાગશે
પૂર્ણ જાગૃતિ આવતાં જીવનમાં તો પ્રભુને પામશે ...
અજાગૃતિ તારી તને દુઃખ પહોંચાડ્યા વિના નહીં રહે