View Hymn (Bhajan)
Hymn No. 4542 | Date: 28-Aug-20162016-08-282016-08-28પ્રભુ તારી દુનિયા એક સુંદર ચિત્ર છે, વિચિત્રતાની પણ એમાં કમી નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tari-duniya-eka-sundara-chitra-chhe-vichitratani-pana-emam-kamiપ્રભુ તારી દુનિયા એક સુંદર ચિત્ર છે, વિચિત્રતાની પણ એમાં કમી નથી
અન્યના સુખે સુખી થવાવાળા છે ઘણા, હેરાન કરવાવાળી વૃત્તિની પણ કમી નથી
સમજદારીથી સુસજ્જ તારી આ દુનિયા, મૂર્ખાઈભર્યાં પ્રદર્શનોની કમી નથી
જ્ઞાનીઓના જ્ઞાનથી થાય છે પ્રકાશિત આ દુનિયા, અંધકારની ચાદર ઓઢી પોઢવાવાળાની કમી નથી
દિવ્યતાના ને દયાના ધોધ વહી રહ્યા છે સતત, વિકૃતિઓની તોય પણ કમી નથી
સમજદારીથી સમ થઈ સુખી થવામાં છે, નાસમજદારીને અપનાવી દુઃખીઓની કમી નથી
સતત મળે છે પૌષ્ટિક આહાર ભોજનમાં, તોય ભૂખ્યા રહેવાવાળાની કમી નથી
વાસ્તવિકતામાં રહે છે ઘણા, કલ્પનામાં વિહરવાવાળાની કમી નથી
શાંતિ ને આનંદમાં રહેવાવાળા છે ઓછા, આક્રોશમાં રહેવાવાળાની કમી નથી
અકળ છે લીલા તારી પ્રભુ, કૃપા વિના તારી આ તો સમજાતી નથી
પ્રભુ તારી દુનિયા એક સુંદર ચિત્ર છે, વિચિત્રતાની પણ એમાં કમી નથી