View Hymn (Bhajan)
Hymn No. 4540 | Date: 06-Aug-20162016-08-062016-08-06મનુષ્યને તો એ ખબર નથી કે આખર કઈ દિશામાં એ ભાગે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=manushyane-to-e-khabara-nathi-ke-akhara-kai-dishamam-e-bhage-chheમનુષ્યને તો એ ખબર નથી કે આખર કઈ દિશામાં એ ભાગે છે
હકીકત તો એ છે કે પરમપિતા પરમેશ્વર, બધાનું ધ્યાન રાખે છે
પળની પણ ખબર નથી ને આશા તો મનુષ્ય બહુ મોટી રાખે છે
ભૂલીને વાસ્તવિકતા જીવનની, ખબર નથી ખુદને એ શું કરે છે
બેકદરો વ્યવહાર ને બેજવાબદારીભર્યા વર્તન, ના બીજું કાંઈ આવડે છે
મળતા સફળતા સમૃદ્ધિને ખુદને, એ તો જીવનમાં ઊંચે શિખરે સ્થાપે છે
ખાય ઠોકર જ્યાં જીવનમાં, ત્યાં ખુદ્દારી પણ એ તો ભૂલે છે
નથી કોઈ સાચી સમજ ગહેરી, ના કોઈ સમજવાની તૈયારી છે
પરમ કૃપાળુ પરમેશ્વર છતાંય તો, બધાને સાચવે છે, સંભાળે છે
મનુષ્યને તો એ ખબર નથી કે આખર કઈ દિશામાં એ ભાગે છે