View Hymn (Bhajan)
Hymn No. 273 | Date: 03-Aug-19931993-08-031993-08-03આકાશે ચાંદ ઊગ્યો છે, ચાંદ આકાશે ઊગ્યો છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=akashe-chanda-ugyo-chhe-chanda-akashe-ugyo-chheઆકાશે ચાંદ ઊગ્યો છે, ચાંદ આકાશે ઊગ્યો છે
પૂનમનો ચાંદ ઊગ્યો, પૂનમનો પૂર્ણ ચાંદ ઊગ્યો છે
પ્રભુની શીતળતા વરસાવે છે, પૂનમનો ચાંદ …..
શાંતિની સ્થાપના જીવનમાં એ તો કરતો જાય છે, પૂનમનો ચાંદ …..
પ્રેમની પરિભાષા એ તો આપતો જાય છે, પૂનમનો ચાંદ …..
પૂર્ણ પ્રકાશી પ્રકાશ એ તો ફેલાવતો જાય છે, પૂનમનો ચાંદ …..
સાથે તારા ને પણ ટમટમાવતો જાય છે, ચાંદ એ તો …..
કાંઈક એ તો શીખવી જાય છે, જીવનમાં સહુને
જુદો આનંદ એ તો આપતો જાય છે, આકાશે ચાંદ ….
પ્રભુની પહેચાન એ તો આપતો જાય છે, આકાશે ચાંદ ઊગ્યો છે
આકાશે ચાંદ ઊગ્યો છે, ચાંદ આકાશે ઊગ્યો છે