View Hymn (Bhajan)
Hymn No. 272 | Date: 03-Aug-19931993-08-031993-08-03ફરિયાદ નથી, ફરિયાદ નથી પ્રભુ મને તારી સાથે,મને કોઈ ફરિયાદ નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=phariyada-nathi-phariyada-nathi-prabhu-mane-tari-sathemane-koi-phariyadaફરિયાદ નથી, ફરિયાદ નથી પ્રભુ મને તારી સાથે,મને કોઈ ફરિયાદ નથી
આવી વસજે મારી યાદે યાદે, તારી યાદની પણ ફરિયાદ નથી,
કરીશ તને ફરી ફરિયાદ પણ, મને તારી સાથે કોઈ ફરિયાદ નથી
સમાવું છે મને તારામાં રે પ્રભુ, રહેવું છે તારી સંગાથ,
છે વિનંતી મારી એ કાંઈ ફરિયાદ નથી, છે સુખ દુઃખ મારા એ તો તારા,
મારું જીવન છે તારું ને તારું, મને તારી સાથે કોઈ ફરિયાદ નથી,
બની જાઉં હું તારા જેવી, તું મને તારા જેવી બનાવી દે,
છે પ્રાર્થના એ તો મારી એ કાંઈ ફરિયાદ નથી
ફરિયાદ નથી, ફરિયાદ નથી પ્રભુ મને તારી સાથે,મને કોઈ ફરિયાદ નથી