અખિલ વિશ્વને ધારણ કરનારા, અખિલ વિશ્વમાં રમનારા
અખિલ વિશ્વને રમાડનારા હે વિશ્વેશ્વરા, પ્રણામ અમારા સ્વીકારજો વંદન અમારા સ્વીકારજો ...
જડ ને ચેતનમાં વસનારા, અણુએ અણુમાં છો તમે રહેનારા હે પરમેશ્વરા, વંદન અમારા સ્વીકારજો
ચિત્તમાં ચેતન બની વસનારા, તનમાં પ્રાણ બનીને રહેનારા હે પ્રિય પરમેશ્વરા
દિવ્યતાના સ્થાપક, દિવ્યતાના રચનારા, દિવ્યતાથી હૃદયને ભરનારા
હે પ્રભુ, પ્રણામ અમારા સ્વીકારજો
દિવ્યતાના સ્થાપક, દિવ્યતાના રચનારા, દિવ્યતાથી હૃદયને ભરનારા
હે પ્રભુ, પ્રણામ અમારા સ્વીકારજો
અંધકારને હરનારા, ઉજ્જવલ તેજથી છો તમે તો ભરનારા, જીવન આપનારા હે પ્રાણેશ્વરા, પ્રણામ સ્વીકારજો
અજ્ઞાતને હરનારા, જ્ઞાનના દીપક પ્રગટાવનારા, હે જ્ઞાનેશ્વરા વંદન અમારા સ્વીકારજો, પ્રણામ અમારા સ્વીકારજો
- સંત શ્રી અલ્પા મા
akhila viśvanē dhāraṇa karanārā, akhila viśvamāṁ ramanārā
akhila viśvanē ramāḍanārā hē viśvēśvarā, praṇāma amārā svīkārajō vaṁdana amārā svīkārajō ...
jaḍa nē cētanamāṁ vasanārā, aṇuē aṇumāṁ chō tamē rahēnārā hē paramēśvarā, vaṁdana amārā svīkārajō
cittamāṁ cētana banī vasanārā, tanamāṁ prāṇa banīnē rahēnārā hē priya paramēśvarā
divyatānā sthāpaka, divyatānā racanārā, divyatāthī hr̥dayanē bharanārā
hē prabhu, praṇāma amārā svīkārajō
divyatānā sthāpaka, divyatānā racanārā, divyatāthī hr̥dayanē bharanārā
hē prabhu, praṇāma amārā svīkārajō
aṁdhakāranē haranārā, ujjavala tējathī chō tamē tō bharanārā, jīvana āpanārā hē prāṇēśvarā, praṇāma svīkārajō
ajñātanē haranārā, jñānanā dīpaka pragaṭāvanārā, hē jñānēśvarā vaṁdana amārā svīkārajō, praṇāma amārā svīkārajō
|