View Hymn (Bhajan)

Sr No. 4576 | Date: 11-Mar-20172017-03-11આમ કરવાથી આમ થયું, ને તેમ કરવાથી તેમ થયુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ama-karavathi-ama-thayum-ne-tema-karavathi-tema-thayumઆમ કરવાથી આમ થયું, ને તેમ કરવાથી તેમ થયું

છે જીવનમાં તો આ તો, સહુ કોઈનું રે ગાણું

હકિકતની કરી તહેકીકાત ત્યારે તો, થોડું થોડું સત્ય સમજાયું

પરિસ્થિતિ મારી જે સર્જાઈ, એ ના હતું કોઈનું નજરાણું

મારી ને મારી ઇચ્છાઓએ પીરસ્યું હતું, મને આ ભોજનનું ભાણું

ના દોષ હતો કોઈનો તો એમાં, ત્યાં દોષી કોને ગણું

પરિસ્થિતિ સર્જાઈ જ્યાં ખોયો મન ને વિચારોનો કાબૂ,

અજ્ઞાનતામાં આચર્યાં વર્તન એવાં, વર્તન ખુદનું ખુદને ના સમજાયું

પરિણામ એનું આવ્યું ત્યારે, અંતરથી ના જીરવાયું

સમજીને અમુક જ સમજાયું, બધું તો ના સમજાયું તે ના સમજાયું

આમ કરવાથી આમ થયું, ને તેમ કરવાથી તેમ થયું
Ama karavathi ama thayum, ne tema karavathi tema thayum

View Original
Increase Font Decrease Font

આમ કરવાથી આમ થયું, ને તેમ કરવાથી તેમ થયું

છે જીવનમાં તો આ તો, સહુ કોઈનું રે ગાણું

હકિકતની કરી તહેકીકાત ત્યારે તો, થોડું થોડું સત્ય સમજાયું

પરિસ્થિતિ મારી જે સર્જાઈ, એ ના હતું કોઈનું નજરાણું

મારી ને મારી ઇચ્છાઓએ પીરસ્યું હતું, મને આ ભોજનનું ભાણું

ના દોષ હતો કોઈનો તો એમાં, ત્યાં દોષી કોને ગણું

પરિસ્થિતિ સર્જાઈ જ્યાં ખોયો મન ને વિચારોનો કાબૂ,

અજ્ઞાનતામાં આચર્યાં વર્તન એવાં, વર્તન ખુદનું ખુદને ના સમજાયું

પરિણામ એનું આવ્યું ત્યારે, અંતરથી ના જીરવાયું

સમજીને અમુક જ સમજાયું, બધું તો ના સમજાયું તે ના સમજાયું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

āma karavāthī āma thayuṁ, nē tēma karavāthī tēma thayuṁ

chē jīvanamāṁ tō ā tō, sahu kōīnuṁ rē gāṇuṁ

hakikatanī karī tahēkīkāta tyārē tō, thōḍuṁ thōḍuṁ satya samajāyuṁ

paristhiti mārī jē sarjāī, ē nā hatuṁ kōīnuṁ najarāṇuṁ

mārī nē mārī icchāōē pīrasyuṁ hatuṁ, manē ā bhōjananuṁ bhāṇuṁ

nā dōṣa hatō kōīnō tō ēmāṁ, tyāṁ dōṣī kōnē gaṇuṁ

paristhiti sarjāī jyāṁ khōyō mana nē vicārōnō kābū,

ajñānatāmāṁ ācaryāṁ vartana ēvāṁ, vartana khudanuṁ khudanē nā samajāyuṁ

pariṇāma ēnuṁ āvyuṁ tyārē, aṁtarathī nā jīravāyuṁ

samajīnē amuka ja samajāyuṁ, badhuṁ tō nā samajāyuṁ tē nā samajāyuṁ