સ્થિરતા પ્રદાન કરનારી હે મા જગદંબા, પ્રણમું તને, મા નમું તને
સાચી શાંતિ પમાડનારી હે માતા, પ્રણમું તને, હે મા નમું તને
સઘળી ચંચળતા હરનારી મારી માતા હે માતા, પ્રણમું તને, મા નમું તને
જીવનપથમાં તેજ ભરનારી મા, પ્રણમું તને, મા નમું તને
સઘળી વૃત્તિઓના સંતાપ હરનારી મા, પ્રણમું તને, મા નમું તને
હરીને સઘળાં દર્દ, પ્રેમનો ધોધ વહાવનારી માતા, પ્રણમું તને, મા નમું તને
દૃષ્ટિમાં નિર્મળતા ભરનારી માતા મારી, પ્રણમું તને
મનને મારા તારા ચરણમાં સ્થિર કરનારી માતા મારી, નમું તને
હે જગતજનની, હે જગદીશ્વરી, હે અખિલેશ્વરી, નમું તને મા
તારા ખોળામાં લઈને બાળને ખેલાવનારી હે મા, નમું તને, મા પ્રણમું ...
- સંત શ્રી અલ્પા મા
sthiratā pradāna karanārī hē mā jagadaṁbā, praṇamuṁ tanē, mā namuṁ tanē
sācī śāṁti pamāḍanārī hē mātā, praṇamuṁ tanē, hē mā namuṁ tanē
saghalī caṁcalatā haranārī mārī mātā hē mātā, praṇamuṁ tanē, mā namuṁ tanē
jīvanapathamāṁ tēja bharanārī mā, praṇamuṁ tanē, mā namuṁ tanē
saghalī vr̥ttiōnā saṁtāpa haranārī mā, praṇamuṁ tanē, mā namuṁ tanē
harīnē saghalāṁ darda, prēmanō dhōdha vahāvanārī mātā, praṇamuṁ tanē, mā namuṁ tanē
dr̥ṣṭimāṁ nirmalatā bharanārī mātā mārī, praṇamuṁ tanē
mananē mārā tārā caraṇamāṁ sthira karanārī mātā mārī, namuṁ tanē
hē jagatajananī, hē jagadīśvarī, hē akhilēśvarī, namuṁ tanē mā
tārā khōlāmāṁ laīnē bālanē khēlāvanārī hē mā, namuṁ tanē, mā praṇamuṁ ...
|