View Hymn (Bhajan)

Sr No. 3270 | Date: 28-Feb-19991999-02-28અમાપ એવા ગગનના છીએ અમે પંખી, છીએ પંખી તો અમે પ્રેમનાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=amapa-eva-gaganana-chhie-ame-pankhi-chhie-pankhi-to-ame-premanaઅમાપ એવા ગગનના છીએ અમે પંખી, છીએ પંખી તો અમે પ્રેમના

મળે અમને જ્યાં પ્રેમ ત્યાં કરીએ અમે વિસરામ, ના કરીએ કોઈ વિચાર

પ્રેમ ભરી અમારી મૂર્તિ ઊડશે પ્રેમથી, ત્યારે કરશે સર્જન એ નવા નવા

હવાનું મિલન જ્યાં હવા સાથે થાશે, ત્યાં હવામાં એ નવું સર્જન થઈ જાશે

ચાહીએ અમે તો હરપળ મિલન તમારું, નવસર્જન તો છે પ્રભુ તમારે હાથ

હરએક ઉડાન ભરીએ અમે એ વિચારી, કે સીધા પહોંચીયે તમારી પાસ

જીવનમાં આગળ વધવાની કરીએ તૈયારી સદા, પૂરી કરીએ નિત્ય તમને યાદ

વિશાળતાના અમે દિવાના પ્રભુ, તારી વિશાળતામાં વિરહીએ દિન ને રાત

આશાની બે પાંખે ઊડીએ અમો, તારા ગગનમાં ચાહીએ બધું પોતાની પાસે

પુકારીએ પ્રભુ અમે તને તો સદા, દેતા રહીએ તને નિત્ય નવો નવો આવાજ

અમાપ એવા ગગનના છીએ અમે પંખી, છીએ પંખી તો અમે પ્રેમના

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

amāpa ēvā gagananā chīē amē paṁkhī, chīē paṁkhī tō amē prēmanā

malē amanē jyāṁ prēma tyāṁ karīē amē visarāma, nā karīē kōī vicāra

prēma bharī amārī mūrti ūḍaśē prēmathī, tyārē karaśē sarjana ē navā navā

havānuṁ milana jyāṁ havā sāthē thāśē, tyāṁ havāmāṁ ē navuṁ sarjana thaī jāśē

cāhīē amē tō harapala milana tamāruṁ, navasarjana tō chē prabhu tamārē hātha

haraēka uḍāna bharīē amē ē vicārī, kē sīdhā pahōṁcīyē tamārī pāsa

jīvanamāṁ āgala vadhavānī karīē taiyārī sadā, pūrī karīē nitya tamanē yāda

viśālatānā amē divānā prabhu, tārī viśālatāmāṁ virahīē dina nē rāta

āśānī bē pāṁkhē ūḍīē amō, tārā gaganamāṁ cāhīē badhuṁ pōtānī pāsē

pukārīē prabhu amē tanē tō sadā, dētā rahīē tanē nitya navō navō āvāja