View Hymn (Bhajan)
Sr No. 3269 | Date: 27-Feb-19991999-02-271999-02-27પ્રેમ કોઈને તરછોડતો નથી, પ્રેમ એ તો અપનાવતા શીખ્યો છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prema-koine-tarachhodato-nathi-prema-e-to-apanavata-shikhyo-chheપ્રેમ કોઈને તરછોડતો નથી, પ્રેમ એ તો અપનાવતા શીખ્યો છે
પ્રેમ કાંઈ ગુમાવતો નથી, પ્રેમ એ તો બધું પામતા શીખ્યો છે
પ્રેમ એ દાષોને જોતો નથી, એ તો બધું ભૂલીને ચાહતા શીખ્યો છે
હરએક સંજોગોમાં સ્થિરતા ને શાંતિ, જાળવતા શીખ્યો છે
પ્રેમ એ અવિશ્વાસમાં નહીં, વિશ્વાસમાં પાંગરે છે
પ્રેમ એ તો હૈયે, પળે પળે વિશ્વાસ વધારે છે
પ્રેમ હૈયામાં સંકુચિતતા મિટાવીને, વિશાળતા જગાવે છે
પ્રેમ હૈયે ભેદભાવ જગાવતો નથી, એ તો પહેચાન ખુદની ભુલાવે છે
પ્રેમ એ જીવનમાં કૂડકપટતા જગાવતો નથી, એ તો સાતત્ય જગાવે છે
પ્રેમ એ બેચેની નથી આપતો, એ તો ભવોભવના ફેરા મિટાવે છે
પ્રેમ કોઈને તરછોડતો નથી, પ્રેમ એ તો અપનાવતા શીખ્યો છે