View Hymn (Bhajan)
Hymn No. 4865 | Date: 13-Apr-20202020-04-132020-04-13આનંદમયી, હે જ્યોતિ જ્યોર્તીમયી, હે પરમેશ્વરી, હે અખિલેશ્વરીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anandamayi-he-jyoti-jyortimayi-he-parameshvari-he-akhileshvariઆનંદમયી, હે જ્યોતિ જ્યોર્તીમયી, હે પરમેશ્વરી, હે અખિલેશ્વરી
'મા' તને પ્રણામ, 'મા' તને પ્રણામ (2)
શાંતિની દાતા, ભક્તિની દાતા, હે જીવનદાતા, તને પ્રણામ
પ્રેમની રે વિધાતા, સૃષ્ટિની રે પ્રણેતા, હર જીવની રે માતા, 'મા' તને પ્રણામ
વેદોની રે ઉદ્ગમતા, મુક્તિની રે દાતા, દિવ્યતાની વિધાતા, તને પ્રણામ
દર્દને હણનારી, જીવને જંજાળમાંથી મુક્ત કરનારી, હે દિવ્યમાતા 'મા' તને..
ગીતમાં વહેનારી, સંગીતમાં નૃત્ય કરનારી, દિવ્ય નાદમાં રહેનારી, 'મા' તને
જીવન આપનારી, જીવન જંગમાં જીત આપનારી, જીવન જિવાડનારી, માતા તને પ્રણામ
માયા હરનારી, માયામાંથી મુક્ત કરનારી, પોતાનામાં સમાવનારી તને પ્રણામ
આનંદમયી, હે જ્યોતિ જ્યોર્તીમયી, હે પરમેશ્વરી, હે અખિલેશ્વરી