View Hymn (Bhajan)
Hymn No. 4864 | Date: 13-Apr-20202020-04-132020-04-13નાસમજીના ખેલ છે મોટા ભાઈ, નાસમજીના ખેલ છે ખોટાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nasamajina-khela-chhe-mota-bhai-nasamajina-khela-chhe-khotaનાસમજીના ખેલ છે મોટા ભાઈ, નાસમજીના ખેલ છે ખોટા
જગમાં એ ચાલ્યા આવ્યા, ને જગમાં એ ચાલતા રહેવાના
ક્યારે પણ સુખ-શાંતિના દેનારા, દિલમાં દુઃખ ઉત્પન કરનારા
દર્દ દિલમાં જગાડનારા, દિલને હંમેશાં એ તડપાવનારા
નવા નવા વર્તનના નર્તન એ કરાવનારા, હંમેશાં એ ડરાવનારા
જીવનમાંથી પ્રાણ તત્વને હરનારા, જીવન ઉજાડનારા
મનુષ્યને મનુષ્ય મિટાવી, કદી જાનવર તો કદી દાનવ બનાવનારા
આનંદ સુખને લૂંટનારા, ચિત્તનું ચેન એ ચોરનારા, ના...
જીવનનું ધ્યેય ભુલાવનારા, આડીઅવડી રાહે ભરમાવનારા, ના...
નાસમજીના ખેલ છે મોટા ભાઈ, નાસમજીના ખેલ છે ખોટા