View Hymn (Bhajan)
Hymn No. 597 | Date: 14-Jan-19941994-01-141994-01-14આનંદના મોજામાં ઝૂમતા ઝૂમતા, અચાનક આંખમાં આ કેવી ઉદાસી છવાઈ ગઈSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anandana-mojamam-jumata-jumata-achanaka-ankhamam-a-kevi-udasi-chhavaiઆનંદના મોજામાં ઝૂમતા ઝૂમતા, અચાનક આંખમાં આ કેવી ઉદાસી છવાઈ ગઈ,
તરંગ ઊઠતા હતા જ્યાં આનંદના, અચાનક દર્દના ઘૂઘવાટાનો નાદ હૈયામાં કેમ છવાઈ ગયો?
પ્રભુતાના કુમળા કિરણ સાથે મસ્ત હવા કરી રહી હતી કલકલ, અચાનક સન્નાટો કેમ છવાઈ ગયો?
મસ્ત હવા છેડી રહી હતી પુષ્પને તો પોતાના ઝોકાથી, ગતિ એની અચાનક કેમ થંભી ગઈ?
ઉષ્માભર્યા આ વાતાવરણમાં, અચાનક આ શુષ્કતા કેમ છવાઈ ગઈ?
હતા ખીલતા પુષ્પો તો બગીચામાં, અચાનક બધા ફૂલો એક સાથે કેમ કરમાઈ ગયા?
હાસ્ય ભરેલા ચહેરા પર વેરાઈ રહ્યું હતું હાસ્ય, અચાનક રૂદનના અશ્રુ આંખેથી કેમ સરી પડ્યા?
મોજા સાથે મસ્ત બનેલી નાવ આવતા મધદરિયો, અચાનક ડગુમગુ કેમ થઈ ગઈ?
નિરાળા પ્રભુ તારા પળ પળના ખેલમાં થયું એવું બધું, અચાનક મને કાઈ ના સમજાયું,
બદલતા જોયું બધું બદલાયું કેમ, એ તો ના સમજાયું, એ તો ના સમજાયું ……..
આનંદના મોજામાં ઝૂમતા ઝૂમતા, અચાનક આંખમાં આ કેવી ઉદાસી છવાઈ ગઈ