View Hymn (Bhajan)
Hymn No. 598 | Date: 14-Jan-19941994-01-141994-01-14મૂંઝાઈ જાઉં છું, મૂંઝાઈ જાઉં છું, મૂંઝવણ ને મૂંઝવણમાં મૂંઝાઈ હું તો જાઉં છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=munjai-jaum-chhum-munjai-jaum-chhum-munjavana-ne-munjavanamam-munjai-humમૂંઝાઈ જાઉં છું, મૂંઝાઈ જાઉં છું, મૂંઝવણ ને મૂંઝવણમાં મૂંઝાઈ હું તો જાઉં છું
સમજવાની વાતમાં પણ નથી કાંઈ સમજાતું, હું એમાં પણ મુંઝાઈ જાઉં છું
મૂંઝવણના આ ઘેરાવમાં, હું તો ખેંચાતી ને ખેંચાતી જાઉં છું, મૂંઝવણ ને મૂંઝવણમાં ……..
સમજાતી નથી સરળ વાત મને જીવનમાં, સમજણને સમજવામાં હું મૂંઝાઈ જાઉં છું,
સમજાય જ્યાં એક બે અક્ષર ત્યાં તો, મારું રૂપ આખું હું બદલી લઊં છું
મૂંઝવણ હટે ના હટે ત્યાં, અભિમાન આવી મારા દ્વાર ખખડાવી જાય છે
ખોલ્યા હતા દ્વાર સમજદારી માટે, ખુલતા દ્વાર અભિમાન પ્રવેશી જાય છે
હોંશિયારીના ખોટા ભ્રમમાં, વ્યાધિ ને ઉપાધિ સંગ પ્રીત થઈ જાય છે
નથી મળતો છેડો સીધો, આંટા ખોટા વિચારોના એટલા ફરી જાય છે
શોધવા જતા સત્યને હું તો મૂંઝાઈ જાઉં છું, સમજને સમજવામાં હું તો મૂંઝાઈ જાઊ છું
મૂંઝાઈ જાઉં છું, મૂંઝાઈ જાઉં છું, મૂંઝવણ ને મૂંઝવણમાં મૂંઝાઈ હું તો જાઉં છું