View Hymn (Bhajan)
Hymn No. 596 | Date: 14-Jan-19941994-01-141994-01-14કોને કહું, કેમ કહું, કેવી રીતે હું મારા વિચિત્ર જીવનની વિચિત્ર વાત હું કોને કહુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kone-kahum-kema-kahum-kevi-rite-hum-mara-vichitra-jivanani-vichitra-vataકોને કહું, કેમ કહું, કેવી રીતે હું મારા વિચિત્ર જીવનની વિચિત્ર વાત હું કોને કહું
મૂંઝઉં છું મારા વિચિત્ર વર્તનથી હું, ફરિયાદ એની કોની પાસે જઈને કરું
મારા ને મારા હાથે કરેલા કર્મના દુખડા, કોની પાસે જઈને રડું, વિચિત્ર જીવનની ……..
નથી દોષ કોઈનો મારી આ હાલતમાં, ગુનેગાર કોને હું ગણું, વિચિત્ર જીવનની ……..
બેફામ વર્તનના મળ્યા છે ફળ મને આ ભોગ હું કોને ધરું, વિચિત્ર ……..
જોઉં જ્યાં આકાર બની, વિકારી હું એની પાછળ ભાગું, આ વાત હું ……..
ભૂલ સુધારવાને બદલે એ ભૂલ સાથે હું પ્રીત બાંધું, આ વાત ……..
જગાવી હૈયે અહં અભિમાન, અજ્ઞાનતાને હું તો પોષું, આ વાત ……..
છોડીને સફળતાનો સાથ, નિરાશાના પલંગમા હું તો નિત્ય પોઢું ……..
જીતને પણ સમજી ને હાર, હું તો એમાં ને એમાં રાચું, આ વાત, આ વાત ……..
નથી સમજાતું હવે કાંઈ મને, છે શું ખોટું ને શું સાચું, પરિસ્થિતિ નચાવે તેમ નાચું,
આજ આવી પ્રભુ તારા દ્વારે બની યાચક, સાચી સમજણ શક્તિ આપ, એવું હવે તો યાચું
કોને કહું, કેમ કહું, કેવી રીતે હું મારા વિચિત્ર જીવનની વિચિત્ર વાત હું કોને કહું