View Hymn (Bhajan)
Hymn No. 3061 | Date: 12-Dec-19981998-12-121998-12-12અનંતના સહારે, અનંતની પ્રાપ્તિ થાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anantana-sahare-anantani-prapti-thaya-chheઅનંતના સહારે, અનંતની પ્રાપ્તિ થાય છે
અનંતમાં ભળવાથી જ અનંત બનાય છે
અંતના સહારે અનંતની પ્રાપ્તિ ના થાય છે
આકાર ને નિરાકારના ભેદનો ઉકેલ થાય છે
અનંત છે નિરાકાર, ના અંત કદી એનો થાય છે
હરએક આકારનો અંત, ક્યારેક ને ક્યારેક આવી જાય છે
સમજ્યાં છતાં આ વાત જલદી ના સમજાય છે
અનુભવ વિના આ વાત જીવનમાં ના સમજાય છે
હકીકત છે જે સાચી, એ ના કદી બદલાય છે
પ્રભુમાં ભળવાથી જ, પ્રભુની પ્રાપ્તિ થાય છે
અનંતના સહારે, અનંતની પ્રાપ્તિ થાય છે