View Hymn (Bhajan)
Hymn No. 2277 | Date: 22-Sep-19971997-09-221997-09-22અનંતનો સ્વામી આજ કેમ ઉદાસ છે.Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anantano-svami-aja-kema-udasa-chheઅનંતનો સ્વામી આજ કેમ ઉદાસ છે.
શક્તિનો સ્વામી આજ કેમ અશક્ત છે.
આનંદમાં રમનારો, ખુશીમાં ખેલનારો આજ કેમ ગમગીન છે
થયું છે શું એવું કે જિતને પણ જિતનારો, આજ કર્યો કેમ હારનો સ્વીકાર છે
દર્દને ઝેલનાર, દર્દનો દીવાનો, આજ કેમ પરાધીનને પરવશ છે
અચેતનને પણ ચેતનમાં બદલનારો, આજ કેમ જડની જેમ સ્થિર છે
સંગીતના સૂરો ગુનગુનાવતું આજ કેમ રૂકેલું ને નારાજ છે
ખબર નથી મને પણ, અજાણ્યામાં કર્યો એણે કોઈ પ્રવાસ છે
પહોંચવું હતું ત્યાં ના પહોંચ્યા, ભટકી ગયો છે એના આ એંધાણ છે
જાણેઅજાણે પહોંચ્યો છે આશક્તિના ધામે, ને બન્યો એનો ભોગ છે
નિરોગી એવું મન મારું બન્યું રોગનું શિકાર છે
અનંતનો સ્વામી આજ કેમ ઉદાસ છે.