View Hymn (Bhajan)
Hymn No. 2279 | Date: 22-Sep-19971997-09-221997-09-22હર શ્વાસે જ્યાં બદલાયા સંજોગો, નજર ફરે ત્યાં બદલાય બધા ચિત્રોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hara-shvase-jyam-badalaya-sanjogo-najara-phare-tyam-badalaya-badha-chitroહર શ્વાસે જ્યાં બદલાયા સંજોગો, નજર ફરે ત્યાં બદલાય બધા ચિત્રો
એવી અવસ્થામાં કેમ કરી રહેવાય, જીવન એમાં કેવી રીતે જીવાય
અજાણ ભોમકાની જાણ મળે ના મળે, ત્યાં બદલાય સ્થળો, એવી ….
કરું જાણ-પહેચાનની હજી શરૂઆત, ત્યાં બદલાય પાત્રો, એવી …
જીવાય છે આવી હાલતમાં પણ જિંદગી, એની ના નથી પણ, એવી …
મળે એક દર્દની દવા ત્યાં, તો અનેકનો ફાટે રાફડો, એવી ...
સમજાય હજી તો થોડી વાત ત્યાં જાગે નવા નવા પ્રશ્નો, એવી …
હજી તો તૃપ્તિ પામવા કરુ વિચાર, ત્યાં વધે ઉપાડો પ્યાસનો, એવી …
પાણીની ઠંડકનો ના થાય અહેસાસ, ભય મટે નહીં હૈયે આગનો એવી
સારુ પણ જૂઠું લાગે બયાન જ્યાં, ગુનાહ થતી આ કાંઈ બદલાતી પળનો …
હર શ્વાસે જ્યાં બદલાયા સંજોગો, નજર ફરે ત્યાં બદલાય બધા ચિત્રો