View Hymn (Bhajan)

Hymn No. 3755 | Date: 30-Dec-19991999-12-30તારો વિશ્વાસ તને પાર ઉતારશે, તારો વિશ્વાસ તને પરમાર્થ સુધી પહોંચાડશેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=taro-vishvasa-tane-para-utarashe-taro-vishvasa-tane-paramartha-sudhi-pahonchadasheતારો વિશ્વાસ તને પાર ઉતારશે, તારો વિશ્વાસ તને પરમાર્થ સુધી પહોંચાડશે

જીવનની હર દિશામાં તને, સાચી રાહ એ બતાડશે

અંત વગરના મૂંઝારાઓનો અંત, ક્ષણ એકમાં એ લાવશે

વિશ્વાસ તને જીવનમાં, એ નવું જીવન આપશે

તારા ગુલિસ્તા ના રંગબેરંગી ફૂલો મહેકાવશે

તારો વિશ્વાસ તારા શ્વાસોની ગહેરાઈ વધારશે

તોફાનો સામે અડગ બનીને, ઊભો તને એ રાખશે

સંજોગોના સામે તને, લડવાનું ને તરવાનું શીખવાડશે

આવ્યો છે તું જેની ખોજમાં, એ અધૂરી ખોજને પૂરી કરાવશે

તારો ને તારો વિશ્વાસ જીવનમાં, તને બધું આપશે

તારો વિશ્વાસ તને પાર ઉતારશે, તારો વિશ્વાસ તને પરમાર્થ સુધી પહોંચાડશે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārō viśvāsa tanē pāra utāraśē, tārō viśvāsa tanē paramārtha sudhī pahōṁcāḍaśē

jīvananī hara diśāmāṁ tanē, sācī rāha ē batāḍaśē

aṁta vagaranā mūṁjhārāōnō aṁta, kṣaṇa ēkamāṁ ē lāvaśē

viśvāsa tanē jīvanamāṁ, ē navuṁ jīvana āpaśē

tārā gulistā nā raṁgabēraṁgī phūlō mahēkāvaśē

tārō viśvāsa tārā śvāsōnī gahērāī vadhāraśē

tōphānō sāmē aḍaga banīnē, ūbhō tanē ē rākhaśē

saṁjōgōnā sāmē tanē, laḍavānuṁ nē taravānuṁ śīkhavāḍaśē

āvyō chē tuṁ jēnī khōjamāṁ, ē adhūrī khōjanē pūrī karāvaśē

tārō nē tārō viśvāsa jīvanamāṁ, tanē badhuṁ āpaśē