View Hymn (Bhajan)
Sr No. 4811 | Date: 08-Mar-20192019-03-082019-03-08અંધારે અથડાઈ, ભીંતે ભટકાઈ, લોહી લુહાણ થઈ, પાસે તારી આવીએSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=andhare-athadai-bhinte-bhatakai-lohi-luhana-thai-pase-tari-avieઅંધારે અથડાઈ, ભીંતે ભટકાઈ, લોહી લુહાણ થઈ, પાસે તારી આવીએ
પ્રેમથી તું સંવારે-સજાવે અમને, પાછી રાહ એ જ લઈએ
સમજીએ નાસમજીએ ત્યાં, તને સમજવાનું શરૂ કરીએ
સાંભળવાનું છોડીને, આચરવાનું ભૂલીને, જ્ઞાનનાં દાન કરીએ
વિનય-વિવેક ચૂકીને, તારી આજ્ઞાનો ભંગ કરતા રહીએ
સંજોગોનો પડતા માર, હાથ સામે તારી જોડીને ઊભા રહીએ
શાંતિના આશિષ લઈને પાછા, મનફાવે તેમ કરીએ
કર્મોના મારે કબૂલીએ બધું, બાકી નનૈયો ભણતા રહીએ
અંધારે અથડાઈ, ભીંતે ભટકાઈ, લોહી લુહાણ થઈ, પાસે તારી આવીએ