View Hymn (Bhajan)
Sr No. 4810 | Date: 08-Mar-20192019-03-082019-03-08અસંખ્ય જીવો છે ભલેને આ જગતમાં, તોય હરેક જીવનીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=asankhya-jivo-chhe-bhalene-a-jagatamam-toya-hareka-jivaniઅસંખ્ય જીવો છે ભલેને આ જગતમાં, તોય હરેક જીવની
ગણતરી તો રખાય છે
સમયના પરિપક્વ થવાની બસ રાહ જોવાય છે
પાકે સહુનો સમય જલદી એટલે, એમના હાથે શુભ કાર્ય કરાય છે
ફરે પાછા સહુ પોતાના ઘરે, રાહ સહુની તો જોવાય છે
કોઈને પાસે બોલાવી તો કોઈના દૂરથી, અંતરના તાર ઝંઝોડાય છે
હે વિશ્વઉદ્ધારક પરમ પ્રભુ તું, નિતનવા સ્વરૂપે આવી જાય છે
લઈ સંતો ને સિદ્ધોનાં સ્વરૂપ, હરએક જીવને આગળ વધાવાના ઇશારા તો કરતો જાય છે
ગણી ગણીને, વીણી વીણીને, ખ્યાલ તો સહુનો રખાય છે
મળે જો કોઈ તુજ સ્વરૂપને તો, નિજ સ્વરૂપની ઓળખાણ એને કરાવવાનું કાર્ય ચાલુ થાય છે
પ્રભુ તરફ વળવા ને વાળવાના, વ્યવહાર ચાલુ થાય છે
અસંખ્ય જીવો છે ભલેને આ જગતમાં, તોય હરેક જીવની