View Hymn (Bhajan)
Hymn No. 4509 | Date: 09-Jan-20162016-01-092016-01-09અંતર જ્યાં તારામાં નિત્ય રમે છે, ત્યાં ક્યાં કાંઈ બાકી રહે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antara-jyam-taramam-nitya-rame-chhe-tyam-kyam-kami-baki-rahe-chheઅંતર જ્યાં તારામાં નિત્ય રમે છે, ત્યાં ક્યાં કાંઈ બાકી રહે છે
નિત્ય નિરંતર દિવ્ય ધારાઓ ત્યાં વહે છે
કરે છે કોણ, થાય છે કેમ, એ સમજ્યું ના સમજાય છે
શબ્દોની હેરાફેરી મટે છે, શબ્દોની પરિભાષા ત્યાં બાકી રહે છે
ક્યાં કાંઈ કહેવાનું, ક્યાં કાંઈ સાંભળવાનું, રાજ સઘળા આપોઆપ ખૂલે છે
એકતાની રમતમાં રમવાનું જ્યાં થાય શરૂ, ત્યાં શું બારી રહે છે
કરશે એ શું અને કોના માટે, જ્યાં અન્યની પરિભાષા મટે છે
કૃપા ઊતરે જેની તારા ઉપર, એને વ્યવહાર એ સમજાય છે
બાકી જગત તો એની અલગ રમતમાં, સદૈવ રમ્યા કરે છે
અંતર જ્યાં તારામાં નિત્ય રમે છે, ત્યાં ક્યાં કાંઈ બાકી રહે છે