View Hymn (Bhajan)
Hymn No. 4508 | Date: 09-Jan-20162016-01-092016-01-09ભરો તેજ તમારું, કે મટે હવે મારું મારુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bharo-teja-tamarum-ke-mate-have-marum-marumભરો તેજ તમારું, કે મટે હવે મારું મારું
ખીલે પ્રેમનાં પુષ્પો એવાં, કે મટે વિકારોનું ક્યારું
આપ્યું છે આ જીવન તો ખૂબ પ્યારું
દર્દે દર્દે રહે ને જાગે બસ દર્દ તો તારું ને તારું
મટે સઘળું મારું મારું, મટે હવે માયાનું સૈયારું
હે પરમેશ્વરી કરો આ અરજ, તું આજે વારું ન્યારું
સમજમાં ભરો સમજની, તેજ તમારું તો એવું
મટે ભ્રમણા સઘળી, પામીએ સત્યનો પ્રકાશ પ્યારો
હે જગતજનની માતા, ઉર ધરો વાત અમારી
કે મટે દૂરી તારી ને મારી, ભરો તેજ તમારું કે મટે ...
ભરો તેજ તમારું, કે મટે હવે મારું મારું