View Hymn (Bhajan)
Hymn No. 4510 | Date: 09-Jan-20162016-01-092016-01-09આવી આવીને કોઈ કિનારે, મધદરિયે કરે ડૂબવાની તૈયારીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avi-avine-koi-kinare-madhadariye-kare-dubavani-taiyariઆવી આવીને કોઈ કિનારે, મધદરિયે કરે ડૂબવાની તૈયારી
દુઃખ ત્યારે દિલને જરૂર થાય છે
અન્યના વિનાશની ભાવનામાં જ્યારે, નોતરે કોઈ પોતાનો વિનાશ
હૃદય ત્યારે રક્તનાં આંસુઓ જરૂર રડે છે
નથી સમજ્યા જે પોતે, એ કરે અન્યને સમજવાની વાત
ત્યારે ત્યાં કાંઈ કહેવા જેવું, બાકી ના રહે છે
જે પોતાના માપદંડથી, માપ્યા જ કરે છે સદૈવ અન્યને
રહે છે એ તો ગોથાં ખાતો ને ખાતો, શાંતિ એને મળતી નથી
સ્વાર્થ સાધવા કરે છે, સઘળા પ્રયાસ જીવનમાં
નિ:સ્વાર્થતાનો સ્વાદ એ કદીયે, માણી શકતો નથી
ખાલી ખોટી વાતો કરવાથી, જીવનમાં પરિવર્તન આવતું નથી
લક્ષ સાધ્યા વિના, મંગિલની પ્રાપ્તિ થાતી નથી
આવી આવીને કોઈ કિનારે, મધદરિયે કરે ડૂબવાની તૈયારી