View Hymn (Bhajan)
Hymn No. 3348 | Date: 29-Mar-19991999-03-291999-03-29અંતરમાં બિરાજે મારો શ્યામ સુંદર, જોઉં હું એને ને ખુશ ખુશ થાઊંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antaramam-biraje-maro-shyama-sundara-joum-hum-ene-ne-khusha-khusha-thaumઅંતરમાં બિરાજે મારો શ્યામ સુંદર, જોઉં હું એને ને ખુશ ખુશ થાઊં
જોઉં હું જગને જ્યાં, જોઈ આડંબરો આ જગના, હું દુઃખી થઈ જાઉં
જોવા ચાહું મારા શ્યામસુંદરને, આખા જગમાં જેને પળપળ હું ચાહું
મળી જાય દીદાર એના હર કણેકણમાં, તો ખુશ હું થઈ જાઉં
હૈયામાં મારા ભાવો ને ઊર્મીઓથી, હું તો નહાતો ને નહાતો જાઉં
ભૂલીને દર્દ મારું જીવનમાં, હું બેખુદીમાં તો ખેવાઈ જાઉં
શ્યામલડું મુખડું એનું મારા હૈયામાં જોઈ, મલકાતો ને મલકાતો જાઉં
હૈયામાં ફેલાયેલા પ્રકાશને જોઈને, થનગન હું તો નાચતો જાઉં
ભૂલીને દાસ્તાયે દર્દને જીવનમાં, નવા ગીતો હું રચતો જાઉં
સંગીતના સૂરો સજે એવા હૈયામાં, કે દિલ મારું એમાં રહે ડૂબ્યું એવું હું ચાહું
અંતરમાં બિરાજે મારો શ્યામ સુંદર, જોઉં હું એને ને ખુશ ખુશ થાઊં