View Hymn (Bhajan)
Hymn No. 3742 | Date: 19-Dec-19991999-12-191999-12-19મહોબત બહાનાથી ટકતી નથી, મહોબત બહાનાને ઓળખ્યા વિના રહેતી નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mahobata-bahanathi-takati-nathi-mahobata-bahanane-olakhya-vina-rahetiમહોબત બહાનાથી ટકતી નથી, મહોબત બહાનાને ઓળખ્યા વિના રહેતી નથી
સાચી મહોબતને જોઈએ છીએ મહોબત, બીજું કાંઈ એને ખપતું નથી
ખુદાના દર પર આવે લાખો મહોબત, બધાને તો મળતી નથી
દિલના ધામે મળે છે, દોલતથી એને ખરીદી શકાતી નથી
કરે છે લાખો બંદગી જીવનમાં, મહોબત કાજે બંદગી કોણ કરે છે.
સાચી મહોબત એ જ તો, નામ છે બંદગીનું, એને જરૂરત કાંઈ હોતી નથી
પ્યાર પ્યાર ને પ્યાર આપે બધાને, બીજી જેના દિલમાં કોઈ તમન્ના નથી
ખુદાની રહેમત એના પર થયા વિના રહેતી નથી
થવું પડે છે પસાર હજારો અગ્નિ પરીક્ષાઓમાંથી
મહોબતનો વાસ છે જેના દિલમાં, એને માત મળતી નથી.
મહોબત બહાનાથી ટકતી નથી, મહોબત બહાનાને ઓળખ્યા વિના રહેતી નથી