View Hymn (Bhajan)
Hymn No. 4545 | Date: 11-Sep-20162016-09-112016-09-11અંતરમાં ઊતર્યા વગર શાંતિ પમાતી નથી, શાંત થવાતું નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antaramam-utarya-vagara-shanti-pamati-nathi-shanta-thavatum-nathiઅંતરમાં ઊતર્યા વગર શાંતિ પમાતી નથી, શાંત થવાતું નથી
પ્રભુમાં સ્થિર થયા વિના, એક થયા વિના, સાચી સ્થિરતા પમાતી નથી
મન એકાગ્ર થયા વિના, દર્શન પ્રભુનાં તો થાતાં નથી
હૃદય શુદ્ધતા વિના અનુભવ ઈશ્વરનો સતત તો થાતો નથી
હૃદયના પોકાર વગર તો જીવનમાં, વાલો મારો પધારતો નથી
પ્રેમથી થાય બધું સહજ ને સરળ, કષ્ટ કોઈ પણ જીવનમાં રહેતું નથી
નીતરે નયનો જ્યાં નિત્ય એના કાજે, માયા ત્યાં રહેતી નથી
હૃદયમાં વસે જ્યાં વાલો મારો, ભ્રમ ત્યાં ભાંગ્યા વિના રહેતા નથી
કૃપા ઊતરે જ્યાં એની, કાર્ય સઘળાં સહજ થયા વિના રહેતાં નથી
અંતરનાં અંતર મય્યાં જ્યાં, ત્યાં શબ્દોની જરૂર રહેતી નથી
અંતરમાં ઊતર્યા વગર શાંતિ પમાતી નથી, શાંત થવાતું નથી