View Hymn (Bhajan)
Hymn No. 4544 | Date: 28-Aug-20162016-08-282016-08-28શું સમજું, શું ના સમજું, જ્યાં સમજમાં ના કાંઈ આવેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shum-samajum-shum-na-samajum-jyam-samajamam-na-kami-aveશું સમજું, શું ના સમજું, જ્યાં સમજમાં ના કાંઈ આવે
હકીકતની શું કરું વાતો, જ્યાં સત્ય ના સમજાય
વીતે સમય તોય સમયના વીત્યાનો અહેસાસ ના થાય
ખબર નથી આજની, ખબર નથી કાલની, ખબર નથી એક પળની જરાય
વાત છે આ સાચી, હાલત છે આ મારી, આમાં જૂઠ નથી ભેળવ્યું જરાય
ભમી રહ્યું છે મનડું તો બહાર ને બહાર, અંતરમાં ના ઊતરે જરાય
વૃત્તિઓના નાચે નાચનારા અમે, શાંતિનાં સમણાં રહ્યાં અધૂરાં
બાહ્ય આડંબરોમાં રહ્યા ખોવાતા, ના પામ્યા ત્યાં સ્થિરતા જરાય
ના પામ્યા દર્શન પ્રભુનાં કે ના ઊતરી શક્યા અંતરમાં ઊંડે જરાય
પ્રભુ વરસાવતા રહ્યા કૃપાના ધોધ, પણ ખુદ જ ખુદને બાધા બન્યા
શું સમજું, શું ના સમજું, જ્યાં સમજમાં ના કાંઈ આવે