View Hymn (Bhajan)
Hymn No. 4546 | Date: 11-Sep-20162016-09-112016-09-11જગત કલ્યાણ કાજે તત્પર વાલો મારો, નિત્ય ધ્યાન એવું ધરેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jagata-kalyana-kaje-tatpara-valo-maro-nitya-dhyana-evum-dhareજગત કલ્યાણ કાજે તત્પર વાલો મારો, નિત્ય ધ્યાન એવું ધરે
વધે સહુ કોઈ આગળ જીવનમાં, ને સહુ કોઈ નિજસ્વરૂપને પામે
ચાહે એ તો હરપળ બસ આજ, ધ્યાન તો સદા એ આવું ધરે
નયનોમાંથી સદાય એનાં તો, અશ્રુની ધારા સતત વહે
ના જોઈ શકે એ તો કોઈને ભમતા ને ભટકતા, એ તો સદા સહુનું હિત કરે
માયાના પ્રગાઢ આવરણને તોડવામાં, એ તો જીવની સહાયતા કરે
દિલના પોકારની આગળ, એ તો બધું ભૂલે ને એ તો બધું કરે
પ્રેમે પીગળે વાલો મારો, પ્રેમ આગળ ના કોઈ નિયમ એને નડે
વિશ્વના કલ્યાણમાં તો નિરંતર એ તો રત રહે
વિશ્વનું કલ્યાવણ કાર્ય એનું, એ તો નિરંતર સદા કરતો રહે
જગત કલ્યાણ કાજે તત્પર વાલો મારો, નિત્ય ધ્યાન એવું ધરે