View Hymn (Bhajan)
Hymn No. 4871 | Date: 28-Apr-20202020-04-282020-04-28અંતરના દ્વારે તમે આવજો, હવે વાર ના લાગડજોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antarana-dvare-tame-avajo-have-vara-na-lagadajoઅંતરના દ્વારે તમે આવજો, હવે વાર ના લાગડજો
અંતર આતુરતાથી રાહ જુએ તમારી, આ વાત સાંભળજો
'મા' હવે તમે માયામાંથી બહાર કાઢજો
વિનંતી અમારી હૃદયે ધરી, 'મા', વહેલાં વહેલાં આવજો
તારો ને મારો નાતો છે પુરાણો, 'મા' હવે તમે સ્થાપજો
પ્રભુ ચાહું હું તારામાં એક થવા, 'મા' બીજું તમે સંભાળજો
હૃદયને તમારા અમારામાં સ્થાપજો, 'મા' હવે તમે માયામાંથી બહાર કાઢજો
જીવનવનમાં અમારા, તમારા પ્યારનાં ફૂલ ખિલાવજો
'મા' પ્યારથી પ્યાર કરીને, પ્યારથી અમને અપનાવજો, અંતરના દ્વારે
અંતરના દ્વારે તમે આવજો, હવે વાર ના લાગડજો