અંતરમાં વસનારી તું, ઘટ ઘટમાં રમનારી તું
'મા' તને કહેવાની જરૂર પડતી નથી, તને કહેવાની જરૂર નથી
જાણે છે સહુના હાલહવાલ, તું તો અજાણી નથી
તોય તને કહું છું રે માડી, અરજી મારી સ્વીકારજે
તારા શરણે સદા રાખજે, તારા શરણે સદા રાખજે
ભટકતા મારા મનડાને માડી, રખડતા મારા ચિત્તડાને માડી
તારામાં તું સદા સ્થાપજે, તારામાં તું સદા સ્થાપજે, અંતરમાં…
અંતરની અભિલાષા મારી, કે ગણ એને ઇચ્છા મારી
માડી તારામાં એક કરજે હવે તું, તારાથી દૂર મને ના રાખજે
કાંખે લઈ તારી તું ફરે ના ફરે, પણ તારા ચરણમાં મને રાખજે
હે વિશ્વવિધાતા, હે જગતજનની, અરજી મારી ઉરે ધરજે
આ તારા બાળને માડી, હવે તું તારા ખોળલે લેજે
- સંત શ્રી અલ્પા મા