View Hymn (Bhajan)
Hymn No. 4497 | Date: 08-Jun-20152015-06-082015-06-08અંતરના ઊંડાણેથી મા, હવે તમે બોલાવોનેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antarana-undanethi-ma-have-tame-bolavoneઅંતરના ઊંડાણેથી મા, હવે તમે બોલાવોને
બંધ અંતરનાં દ્વાર અમારાં ખોલી આપોને,
રહ્યા ખોવાતા અહીંતહીં, રહ્યા ભટકતા અહીંતહીં
હવે મનને અમારા, તમારામાં સ્થિરતા આપોને
નિજ ભવોના પ્રવાહમાં, હવે તમે સમાવોને
આકાર-વિકાર ઉદ્ભવતા રહ્યા સતત અમારામાં
નિરાકાર માતા, તમારી પ્રચંડ જ્યોતમાં સમાવોને
ગુણ-અવગુણના અંતર, હવે અમારાં કાપોને
વિચારો ને ભાવોમાં, હવે તમે સતત વરસોને
એકાકારના તારમાં, હવે તો અમને જોડો રે
અંતરના ઊંડાણેથી મા, હવે તમે બોલાવોને