View Hymn (Bhajan)
Hymn No. 4498 | Date: 08-Jun-20152015-06-082015-06-08શબ્દોથી જે વ્યક્ત થાય, એ ક્યારેક સમજાય, ક્યારેક ના સમજાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shabdothi-je-vyakta-thaya-e-kyareka-samajaya-kyareka-na-samajayaશબ્દોથી જે વ્યક્ત થાય, એ ક્યારેક સમજાય, ક્યારેક ના સમજાય
અનુભૂતિ સ્વરૂપે ઊતરે જે દિલમાં, એમાં તો બધું સમજાઈ રે જાય
શબ્દથી પકડવો વાતનો મર્મ, કઠણ તો બની રે જાય
અનુભૂતિનાં ઊંડાણ છે રે ઊંડાં, એ કિનારે પહોંચાડી રે જાય
છે શબ્દની જરૂરત તો અનુભૂતિને ઉત્પન કરવા સુધીની
વાણીને વિરામ મળે રે જ્યાં, યાત્રા અલખની ત્યાં શરૂ થાય
થતા યાત્રા શરૂ, વાણીમાં પરિવર્તન આવી રે જાય
અનુભૂતિનું વર્ણન જ્યાં થાય, પરિવર્તન ત્યાં તો સર્જાય
પરિપક્વતાની તરફ, એ તો ખેંચીને લઈ રે જાય
શબ્દોથી જે વ્યક્ત થાય, એ ક્યારેક સમજાય, ક્યારેક ના સમજાય