એક દિલ દીધું છે અમને, કાંઈક નવું કરવાને
દેનાર દેખાતો નથી, દિલ પણ દેખાતું નથી
માને કોઈ યા ના માને દેનારને, દિલને બધા સ્વીકારે છે
આકાર-નિરાકારનો અદ્ભુત સમન્વય પણ સમજાતો નથી
દિલ દીધું છે એવું, ટુકડા થયા હજાર, ટુકડા પણ દેખાતા નથી
કહીએ અમે દિલ દીધું, વાત આ સાચી કે ખોટી, એ જાણતા નથી
દિલ પર ચાલે દુનિયા, દુનિયાને ચલાવે જે, કાંઈ પણ દેખાતું નથી
અનુભવે સમજાય બધું, પણ સમજ્યું સમજાતું નથી
ઉત્પાત મચાવે ઘણા રે આ દિલ, પણ એ તો દેખાતું નથી
દિલ દીધું એણે, સાફ કરવાનું છે બાકી, સાફ થાતાં સમજવાનું કાંઈ રહેતું નથી
- સંત શ્રી અલ્પા મા
ēka dila dīdhuṁ chē amanē, kāṁīka navuṁ karavānē
dēnāra dēkhātō nathī, dila paṇa dēkhātuṁ nathī
mānē kōī yā nā mānē dēnāranē, dilanē badhā svīkārē chē
ākāra-nirākāranō adbhuta samanvaya paṇa samajātō nathī
dila dīdhuṁ chē ēvuṁ, ṭukaḍā thayā hajāra, ṭukaḍā paṇa dēkhātā nathī
kahīē amē dila dīdhuṁ, vāta ā sācī kē khōṭī, ē jāṇatā nathī
dila para cālē duniyā, duniyānē calāvē jē, kāṁī paṇa dēkhātuṁ nathī
anubhavē samajāya badhuṁ, paṇa samajyuṁ samajātuṁ nathī
utpāta macāvē ghaṇā rē ā dila, paṇa ē tō dēkhātuṁ nathī
dila dīdhuṁ ēṇē, sāpha karavānuṁ chē bākī, sāpha thātāṁ samajavānuṁ kāṁī rahētuṁ nathī
|