View Hymn (Bhajan)
Hymn No. 4512 | Date: 16-Apr-20162016-04-162016-04-16અનુભવે બધું સમજાશે, અનુભવે અજવાળાં પથરાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anubhave-badhum-samajashe-anubhave-ajavalam-patharasheઅનુભવે બધું સમજાશે, અનુભવે અજવાળાં પથરાશે
અનુભવે અનુરૂપ બનાશે, અનુભવે જ બધું સંધાશે
કોઈ ચતુરાઈ કામ ના રે આવશે, કોઈના ઉદાહરણથી ના રે ચાલશે
પ્યાસ લાગ્યા વિના, પાણીની કિંમત ના રે સમજાશે
પાણી પીધાના સંતોષને, અનુભવે જ સમજાશે
થયા ઘણા સંતો, મહાપરુષો, અવતારો તો આ જગમાં
વાંચ્ચાં ઘણાં આપણે એમનાં રે, ચરિત્ર તો જીવનમાં
અંતરમાં જ્યાં સુધી તડપ ના જાગશે, ત્યાં સુધી ફરક કાંઈ ના રે પડશે
ભૂખ લાગશે જ્યારે, ભોજન તો ત્યારે ખાવા રે જોશે
વાનગીઓની વાતોથી તો, કોઈનું પેટ ના રે ભરાશે
સમજે છે, છે પ્રભુ બધું, અનુભવ વિના સમજ કાચી રે રહેશે
પામ્યા અનુભવ જ્યાં એની સમજ, એમાં સમ ત્યાં થઈ રે જાશે
સમ થયા જ્યાં ત્યાં બાકી કાંઈ ના રે રહેશે, એ તો સમજાઈ રે જાશે
અનુભવે બધું સમજાશે, અનુભવે અજવાળાં પથરાશે